Thursday, February 8, 2018

રામનાથ કોવિંદ Ram Nath Kovind Essay In Gujarati


રામનાથ કોવિંદ
કોવીંદનો જન્મ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ કાનપુર દેહાત જિલ્લોઉત્તર પ્રદેશમાં થયો હતોતેના પિતા ખેડૂત હતા. તેમણે કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યમાં સ્નાતક (બી.કોમ.)ની પદવી અને પછી કાયદાવિદ્દ (એલ.એલ.બી.)ની પદવી મેળવેલી છે. કાનપુર વિદ્યાલયમાંથી કાયદાના સ્નાતકનું શિક્ષણ લીધા પછી કોવિંદ સિવિલ સેવાઓની પરીક્ષાની તૈયારી માટે દિલ્હી ગયા. તેમણે ત્રીજા પ્રયાસે પરિક્ષા પાસ કરી, પણ તેઓની પસંદગી આઈ..એસ. સેવાને બદલે અન્ય સેવાઓમાં થઈ આથી તેઓ સિવિલ સેવામાં જોડાણાં નહિ. તેને બદલે તેઓએ વકિલ તરીકેની કારકિર્દી શરૂ કરીતેઓ ૧૯૭૭થી ૧૯૭૯ સુધી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં (દિલ્હી હાઈકોર્ટ) કેન્દ્ર સરકારના વકિલ હતા અને ૧૯૮૦થી ૧૯૯૩ સુધી કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ તરીકે સર્વોચ્ચ ન્યાયાલયમાં (સુપ્રીમ કોર્ટ) સેવાઓ આપી. ૧૯૭૮માં તેઓ ભારતનાં સર્વોચ્ચ ન્યાયાલયનાં નોંધાયેલા વકિલ (advocate-on-record) બન્યા. તેઓએ ૧૯૯૩ સુધી, લગભગ ૧૬ વર્ષ, દિલ્હી ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયમાં વકિલ તરીકે કામ કર્યું. તેઓ ૧૯૭૧માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકિલ તરીકે નોંધયા હતા. વકિલ તરીકે તેઓએ નવી દિલ્હીનામહિલાઓ અને ગરીબોને નિઃશુલ્ક કાનૂની સેવા મંડળદ્વારા સમાજનાં પછાત વર્ગને નિઃશુલ્ક કાનૂની સેવાઓ પુરી પાડી હતી.  તેઓ ૧૯૭૭-૭૮ દરમિયાન ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત મદદનીશ પણ રહ્યા હતા
તેઓ ૧૯૯૧માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ ૧૯૯૮થી ૨૦૦૨ વચ્ચે બીજેપી દલિત મોર્ચાના પ્રમુખ અને અખીલ ભારતીય કોળી સમાજનાં પ્રમુખ તરીકે સેવા આપી. તેઓએ પક્ષનાં રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી. તેમણે દેરાપુર ખાતે આવેલું પોતાનું વારસાગત બાપીકું મકાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.)ને દાનમાં આપી દીધું હતું.તેમણે ઉત્તર પ્રદેશની ઘાતમપુર લોકસભા બેઠક અને ભોગનીપુર વિધાન સભા બેઠકો પરથી ભાજપાનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પણ બંન્ને ચૂંટણીઓ હારી ગયા હતા.
તેઓ એપ્રિલ ૧૯૯૪માં ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી રાજ્ય સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ બાર વર્ષ, માર્ચ ૨૦૦૬, સતત બે મુદ્દત, સુધી રાજ્ય સભાના સભ્ય તરીકે સેવાઓ આપી. સાંસદ તરીકે તેઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, કાનૂન અને ન્યાય, આંતરીક બાબતો જેવી સંસદીય સમિતિઓમાં સેવા આપી હતી. તેઓએ રાજ્ય સભા ગૃહ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. સાંસદ તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે, M.P. L.A.D. યોજના હેઠળ, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનાં પ્રચાર હેતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શાળાઓનાં મકાનો બાંધવામાં મદદ આપવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. સાંસદ તરીકે તેમણે અભ્યાસ પ્રવાસ અંતર્ગત થાઇલેન્ડનેપાળપાકિસ્તાનસિંગાપુરજર્મનીસ્વિત્ઝરલૅન્ડફ્રાન્સયુ.કે. અને યુ.એસ..ની મુલાકાત લીધી હતી
તેઓએ લખનૌ સ્થિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલયનાં સંચાલક મંડળમાં સેવા આપી હતી, અને આઈ.આઈ.એમકોલકાતાનાં સંચાલન મંડળમાં પણ હતા. તેઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલું અને ઓક્ટોબર ૨૦૦૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધન પણ કરેલું
ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ કોવિંદને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા.[૨૫] તા.૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ, પટણા ઉચ્ચ ન્યાયાલયનાં મુખ્ય ન્યાયમૂર્તિ ઈકબાલ એહમદ દ્વારા કોવિંદને બિહારના ૩૬મા રાજ્યપાલ તરીકે, રાજભવન, પટણા ખાતે શપથવિધિ સમારોહ યોજી શપથ લેવડાવાયા હતા.
રાજ્યપાલ તરીકે, તેમણે અયોગ્ય શિક્ષકોની બઢતીમાં વિસંવાદીતા, ભંડોળનો ગેર વહિવટ અને વિશ્વવિદ્યાલયમાં અયોગ્ય ઉમેદવારોની ભરતી જેવી બાબતોની તપાસ કરવા માટે ન્યાયિક કમિશનની રચના કરેલી પગલાંની પ્રશંસા થયેલી.
ભારતના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નામાંકન થતાં, તેમણે બિહારના રાજ્યપાલ પદેથી રાજીનામું આપેલું હતું, અને ભારતના રાષ્ટ્રપતિએ ૨૦ જૂન, ૨૦૧૭ના રોજ રાજીનામું સ્વિકાર્ય કર્યું હતું


No comments:

Post a Comment